- ભારત આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે
- વિશ્વભરમાંથી ભારતીયો માટે અભિનંદન આવી રહ્યા છે
- જ્યોર્જિયા મેલોનીએ પણ પાઠવ્યા અભિનંદન
વૈશ્વિક નેતાઓએ ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર ભારત અને ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. વિશ્વની સૌથી મજબૂત લોકશાહીની આઝાદીની ઉજવણીમાં દરેકે પોતાની ભાગીદારી દર્શાવી છે. ભારતને શુભેચ્છા પાઠવનારાઓમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું નામ પણ છે, જેમણે ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામના આપતી એક પોસ્ટ કરી છે, જેમાં પીએમ મોદી સાથેનો તેમનો ફોટો પણ છે. જ્યોર્જિયા મેલોનીએ આ પોસ્ટ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી છે
જ્યોર્જિયા મેલોનીએ પાઠવ્યા અભિનંદન
જ્યોર્જિયા મેલોનીએ લખ્યું કે ઈટલી અને ભારત વચ્ચે ઊંડો સંબંધ છે અને મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે મોટી સિદ્ધિઓ મેળવીશું. અમારી વ્યૂહાત્મક ભાગીદારી ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તમને જણાવી દઈએ કે જ્યોર્જિયા મેલોની સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પણ 78માં સ્વતંત્રતા દિવસ પર ભારતીયોને શુભેચ્છા પાઠવી છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહી આ વાત
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તમામ ભારતીયોને તેમના 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. જાન્યુઆરીમાં મારી ભારતની મુલાકાત દરમિયાન તમારું ઉષ્માભર્યું સ્વાગત મને યાદ છે અને હું મારા મિત્ર નરેન્દ્ર મોદી સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે અમે નિર્ધારિત કરેલા મહત્વાકાંક્ષી લક્ષ્યોને હાંસલ કરવા આતુર છું.