- વડલી ગામે અજગર દેખાતા લોકોમાં ભય
- વન વિભાગ દ્વારા અજગરનું કરાયું રેસ્ક્યુ
- રેસ્ક્યુ કરીને અજગરને જંગલમાં મુક્ત કરાયો
ગીરગઢડા તાલુકાના વડલી ગામે વાડી વિસ્તારના મકાનમાં મહાકાય અજગર આવી ચડતા વાડી માલિક પ્રકાશભાઈ નિર્મળના પરીજનોમાં ભયનો માહોલ બની ગયો હતો. વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયુ હતું.
ઇડરના ગુજરવા ગામે ખેતરમાં અજગર દેખાયો હતો
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગુજરવા ગામે ખેતરમાં અજગર દેખાતા જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવતા સ્થળ પર આવીને અજગરને પકડી સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. અજગર ઈડરના ગુજરવા ગામમાં આવેલ સોયાબીનના ખેતરમાં છુપાયો હતો. જ્યાં ખેતરમાં અંદાજે 12 ફૂટ જેવો લાંબો અજગર જોવા મળ્યો હતો. તેનું સલામત રેસ્ક્યુ કરીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મુક્યો હતો. ચોમાસાને લઈને પોતાના બચાવ માટે અજગર જંગલમાંથી ગામ તરફ આવી જાય છે.
સંતરામપુરના સંત ગામે 13 ફૂટ લાંબો અજગર દેખાયો
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે સરીસૃપ પ્રાણીઓ ખેતરમાં અથવા તો ખુલ્લી જગ્યામાં જોવા મળતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહીસાગરમાં બની હતી. મહીસાગરના સંતરામપુરના સંત ગામે અજગર જોવા મળતા જ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. આ સાથે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
અજગરનું રેસ્ક્યુ થતા જ લોકોએ રાહત અનુભવી
ખેતરમાંથી 13 ફૂટ લાંબા અજગરનું દેખાતા જ તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગ અને એનિમલ ચેરીટેબલ ટ્રસ્ટે વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતુ. વન વિભાગના કર્મચારીઓ દ્વારા અજગરને પકડીને સલામચ સ્થળે છોડવામાં આવ્યો હતો. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ ખેડૂત તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ રાહત અનુભવી હતી.
Source link