GUJARAT

Gir Somnath: 1 મહિનાથી યુરિયા ખાતરની અછત, ખેડૂતોમાં ભભૂક્યો રોષ

  • સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા ખેડૂતોની માગ
  • ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું
  • ખેડૂતોને જો સમયસર યુરિયા નહીં મળે તો પાક ઉત્પાદન ઉપર મોટી અસર પડી શકે

ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની અછત વર્તાઈ છે. જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી સંઘ, મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર મળતુ નથી. જેના કારણે ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માગ કરી રહ્યા છે.

પાકના ગ્રોથ માટે ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થઈ

ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું છે, કારણ કે ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોના ગ્રોથ માટે ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે.

ખેડૂતો 1 મહિનાથી સંઘ, મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે

ત્યારે કોડીનાર તાલુકાના ખેડૂતો છેલ્લા 1 મહિનાથી સંઘ, મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરુ પાડવા માગ કરી રહ્યા છે અને ખેડૂતોને જો સમયસર યુરિયા નહીં મળે તો પાક ઉત્પાદન ઉપર મોટી અસર પડી શકે છે.

છેલ્લા 1 મહિનામાં 200 ટન યુરિયા ખાતરનું વિતરણ: ખરીદ વેચાણ સંઘ

યુરિયા ખાતર બાબતે કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારીનું કહેવુ છે કે મોટી સખ્યામાં ખેડૂતો યુરિયા લેવા આવે છે. છેલ્લા 1 મહિનામાં 200 ટન યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવ્યુ છે. છેલ્લા 15 દિવસથી ખાતરની અછત વર્તાઈ રહી છે. બે દિવસમાં હજુ બે ટ્રક માલ આવવાનો છે, જેથી અમે એ આવે એટલે તાત્કાલિક વિતરણ કરી આપીશું.

ખેડૂતો નેનો યુરીયા ખરીદતા નથી

વર્તમાન સમયમાં યુરિયા ખાતરની અવેજમાં નેનો યુરીયા બોટલમાં પૂરતા પ્રમાણમાં હાજર છે પણ અહીંના ખેડૂતો નેનો યુરિયા ખરીદતા નથી, દાણા યુરિયા(બેગ)નો જ આગ્રહ રાખે છે. અહીંના ખેડૂતોનું માનવું છે કે નેનો યુરિયાનો છંટકાવ કરવો ખર્ચાળ છે અને એનાથી ખેતી પાકમાં પણ નુકસાન થતું હોય એટલે નેનો યુરિયા ખરીદતા નથી અને અહીં યુરિયાની બેગ માટે જ આગ્રહ કરે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button