- લોખંડના સળિયા બહાર નીકળી જતાં બાઇક સવારોને થતી ઈજા
- કૉઝવેનું યોગ્ય સમારકામ કરાય તો સરકારના નાણાંનો દુર્વ્યય થતો અટકે
- જેના બાદ હાલ વરસાદે વિરામ લેતાં પાણી નો પ્રવાહ ઓછો થવા સાથે કોઝ વે ઉપર થી પાણી ઓસર્યા છે
ગોધરાના મેરપ,સરસાવ અને શનિયાડાને જોડતાં માર્ગ ઉપર આવેલા કોઝવેમાં મસ મોટા ગાબડા થઈ ભંગાણ સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ માર્ગ પર એક સ્થળે કોઝ વેના સ્લેબ માંથી લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. એક વર્ષ અગાઉ બનાવવામાં આવેલા માર્ગના કોઝ વે ઉપર કરાયેલી કામગીરી હલકી ગુણવત્તાની હોવાના પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. વરસાદી માહોલ દરમિયાન પંચમહાલ જિલ્લામાં ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના કોઝ બે ઉપર ધમધમતા વેગીલા પાણીનો પ્રવાહ વહેતો થતાં માર્ગો બંધ થયા હતા .જેના બાદ હાલ વરસાદે વિરામ લેતાં પાણી નો પ્રવાહ ઓછો થવા સાથે કોઝ વે ઉપર થી પાણી ઓસર્યા છે પરંતુ વેગીલા પાણીના પ્રવાહ દરમિયાન કોઝ વે ને નુકસાન થયું હોવાનું તો જોવા મળી રહ્યું છે. જેમાં ગોધરા તાલુકાના મેરપ, દહીકોટ અને સરસાવને જોડતાં આંતરિક માર્ગો ઉપર આવેલા કોઝ વેમાં ભારે નુકસાન થયું છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે હલકી ગુણવત્તા વાળું મટીરીયલ ઉપયોગ કરી આ કોઝ વે બનાવવામાં તૂટી ગયો હોવના આક્ષેપો કરાયા છે.
Source link