ગોધરા તાલુકા ભામૈયા ગામે પિકઅપ ચાલકે બાઈકસવાર દંપતિને અડફેટે લીધું હતું. જેમાં બાઈક પર સવાર મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના ભામૈયા ગામે આવેલા ઠાકોર ફ્ળિયામાં રહેતા નરવતસિંહ યશવંતસિંહ રાઉલજીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેઓ કૈલાશબેનને પોતાની બાઈક પર બેસાડીને ભામૈયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ પૂરઝડપે આવેલા એક પિકઅપ વાહનના ચાલકે બાઈકસવાર દંપતિને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં બંને વ્યક્તિઓ ફ્ંગોળાઈને રોડ પર પડયા હતા.જેમાં નરવતસિંહ રાઉલજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે બાઈક પર બેઠેલા કૈલાશબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ પિકઅપ ચાલક પોતાનું વાહન લઇને ફ્રાર થઈ ગયો હતો.જ્યારે ઇજાગ્રસ્ત હાલતમાં કૈલાશબેનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં તેઓએ પોતાનો દમ તોડયો હતો.સમગ્ર ઘટનાને લઈને તા 27 ઓકટોબર મોડીરાત્રે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પિકઅપ ચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા તાલુકામાંથી પસાર થતાં અમદાવાદ અને ઈન્દોર નેશનલ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે છાસવારે હાઈવેને અડીને આવેલા ગામોમાંથી નાના વાહનો પર અવરજવર કરતાં લોકો મ્બેફાણ દોડતાં વાહનોની અડફેટે ચઢતાં અકસ્માતનો ભોગ બનવાની ઘટનાઓ બનતી રહે છે, જેમાં કેટલાય નિર્દોષ નાગરીકો પોતાનો જીવ પણ ગુમાવતાં હોય છે, ત્યારે આ હાઈવે પર બેફામ દોડતાં મોટા વાહનો પર અને ટ્રાફિકના નિયમો તેમજ નાના વાહનો માટે કડક પગલા લેવા ઉપરાંત રાત્રિ સમયે હાઈવેને અડીને આવેલા ગામડાઓના પ્રવેશદ્વાર પાસે સ્ટ્રીટ લાઈટો લગાવવા માટે પણ માગ કરાઈ છે.
Source link