દિવાળીનો તહેવાર ગયો અને હવે લગ્નની સિઝન શરૂ થઇ છે. આજે દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહ છે. આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં ખીલશે તેમ કહેવાય. ત્યારે લગ્નની સિઝન ટાણે સોનાના ભાવને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે..10 ગ્રામ સોનામાં આજે 700 રૂપિયાનો ઘટાડો થયો છે. મંગળવારે 12 નવેમ્બરે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,800 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 72,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી રૂ. 92,900 પર છે. ગઈકાલની સરખામણીમાં આજે તેમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.
એક કિલોગ્રામ ચાંદીની કિંમત
દેશમાં એક કિલો ચાંદીની કિંમત 92,900 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. ગઈકાલે દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત રૂ. 600 ઘટીને રૂ. 94,000 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી, જ્યારે અગાઉના ટ્રેડિંગ સત્રમાં તેની કિંમત રૂ. 94,600 પ્રતિ કિલો હતી. એશિયન માર્કેટમાં કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ 0.23 ટકા વધીને $31.52 પ્રતિ સરેરાશ પર પહોંચ્યું હતું.
12મી નવેમ્બરે સોનાની શું છે કિંમત
શહેર | 22 કેરેટ સોનાનો ભાવ | 24 કેરેટ સોનાનો ભાવ |
દિલ્હી | 72,340 | 78,900 |
મુંબઈ | 72,190 | 78,750 |
અમદાવાદ | 72,240 | 78,800 |
ચેન્નાઈ | 72,190 | 78,750 |
કોલકાતા | 72,190 | 78,750 |
લખનૌ | 72,340 | 79,500 |
બેંગલુરુ | 72,190 | 78,750 |
જયપુર | 72,340 | 79,500 |
પટના | 72,240 | 78,800 |
હૈદરાબાદ | 72,190 | 78,750 |
મિસ્ડ કોલથી ચેક કરો સોના-ચાંદીના ભાવ
સોના-ચાંદીની કિંમત તમે ઘરે બેઠા-બેઠા મિસ્ડ કોલથી પણ ચેક કરી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડના ભાવ જાણવા માટે તમે 8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છો. થોડી જ વારમાં તમને મોબાઈલ ઉપર એસએમએસથી નવા ભાવની જાણકારી મળશે.
Source link