હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે તેવામાં સોનાના ભાવમાં વઘઘટ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે 29 નવેમ્બરની વાત કરીએતો સોનું આજે સસ્તુ થયું છે. ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ફરીએકવાર ભાવ ઘટ્યા છે. ત્યારે આવો જાણીએ સોના અને ચાંદીના ભાવ આજે કેટલા થયા ?
સોનાનો આજનો ભાવ
સોનાની 24 અને 22 કેરેટની કિંમતમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. 22 કેરેટ સોનાની કિંમત 71,050 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
ચાંદીનો કેટલો ભાવ ?
દેશમાં એક કિલો ચાંદીની કિંમત માત્ર 89,500 રૂપિયા છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચાંદીના ભાવ છેલ્લા દિવસોથી સ્થિર છે.
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
દિલ્હી | 71,050 | 77,500 |
નોઇડા | 71,050 | 77,500 |
ગાઝિયાબાદ | 71,050 | 77,500 |
જયપુર | 71,050 | 77,500 |
ગુડગાંવ | 71,050 | 77,500 |
લખનૌ | 71,050 | 77,500 |
મુંબઈ | 70,050 | 77,350 |
અમદાવાદ | 70,950 | 77,400 |
કોલકાતા | 71,050 | 77,350 |
પટના | 70,950 | 77,400 |
ભુવનેશ્વર | 71,050 | 77,350 |
બેંગલુરુ | 71,050 | 77,350 |
આજે કેમ સસ્તુ થયું સોનું?
ગઈકાલના ઉછાળા બાદ આજે સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. મોટાભાગના નિષ્ણાંતો માને છે કે સોનામાં એક રેન્જમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. સહેજ ઉછાળા પછી તે પડી જાય છે અને પછી વધે છે. જોકે મોટાભાગના કોમોડિટી નિષ્ણાંતો માને છે કે વર્ષ 2025માં સોનાની કિંમતમાં વધારો થશે અને 10 ગ્રામ સોનાનો ભાવ 90,000 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે વર્ષ 2025માં પણ સોનું સારું વળતર આપશે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Source link