વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે. ત્યારે દિવસ જાય તેમ સોના ચાંદીના ભાવમાં વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જો 26 ડિસેમ્બરની વાત કરીએ તો ગુરુવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો હતો. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.7763.3 પ્રતિ ગ્રામ છે, જે ₹120.0 નો વધારો દર્શાવે છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 7118.3 છે, જે ₹120.0નો વધારો દર્શાવે છે.
કેટલી છે ચાંદીની કિંમત
ભારતમાં ચાંદીની વર્તમાન કિંમત 94700.0 પ્રતિ કિલો છે, જે 300.0 પ્રતિ કિલોના વધારાને દર્શાવે છે.
સોનામાં રોકાણ કરવાની અનેરી તક
સામાન્ય રીતે લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ તાજેતરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના પરની ડ્યુટી ઘટાડી હતી, જેના કારણે તેની કિંમત 6,000 રૂપિયા ઘટી ગઈ હતી. હવે સોનું તેની ટોચ પરથી નીચે આવી ગયું છે અને નિશ્ચિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે 2025 સુધીમાં સોનાની કિંમત 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
આ 25મી ડિસેમ્બર સોનાનો ભાવ (રૂ. પ્રતિ 10 ગ્રામ)
શહેર | 22 કેરેટ સોનાની કિંમત | 24 કેરેટ સોનાની કિંમત |
અમદાવાદ | 71,060 | 77,510 |
મુંબઈ | 71,010 | 77,460 |
દિલ્હી | 71,160 | 77,610 |
કોલકાતા | 71,010 | 77,460 |
ચેન્નાઈ | 71,010 | 77,460 |
બેંગલુરુ | 71,010 | 77,460 |
લખનૌ | 71,160 | 77,610 |
પુણે | 71,010 | 77,460 |
જયપુર | 71,160 | 77,610 |
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Source link