હાલ ભલે લગ્નની સિઝન ભલે પૂરી થઈ ગઈ હોય. કમુહૂર્તા ચાલી રહ્યા હોય પરંતુ પરંતુ સોના-ચાંદીની માગ તો એટલી જ વધી રહી છે. તો સાથે જ સોના ચાંદીના ભાવમાં સતત વધારો અને ઘટાડો થતો નોંધાતો રહે છે. ત્યારે 18 ડિસેમ્બરે સોનાની કિંમતમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. જ્વેલરી અને રોકાણ બંને માટે સોનું લોકપ્રિય પસંદગી છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આવો જાણીએ આજે શું છે સોનાચાંદીનો ભાવ
18 ડિસેમ્બરે સોના ચાંદીનો ભાવ
આજે ભારતમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે ₹7,135 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના (999 સોના તરીકે પણ ઓળખાય છે) માટે ₹7,784 પ્રતિ ગ્રામ છે. આજે ભારતમાં ચાંદીની કિંમત ₹92.50 પ્રતિ ગ્રામ અને ₹92,500 પ્રતિ કિલોગ્રામ છે.
જાણો દેશના મહાનગરોમાં 18 ડિસેમ્બરે સોનાનો ભાવ
શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
દિલ્હી | ₹7,150 | ₹7,799 |
મુંબઈ | ₹7,135 | ₹7,784 |
કોલકાતા | ₹7,135 |
₹7,784 |
બેંગ્લોર |
₹7,135 | ₹7,784 |
અમદાવાદ | ₹7,140 | ₹7,789 |
સુરત | ₹7,140 | ₹7,789 |
વડોદરા | ₹7,140 | ₹7,789 |
ચેન્નાઈ | ₹7,135 | ₹7,784 |
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Source link