છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ગુરુવારની તુલનામાં આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે લગ્ની સિઝન ચાલી રહી છે તેવામાં સોના ચાંદીની માગમાં વધારો થાય છે. અત્યાર સુધી તો સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો હતો પરંતુ આજે ભાવ કેટલે પહોંચ્યા છે તે વિશે જાણીએ. તેમજ અમદાવાદ, દિલ્હી, કોલકાતા જેવા મહાનગરોમાં શું છે આજનો રેટ તે વિશે જાણીએ.
સોનાનો ભાવ
આજે શુક્રવારે 6 ડિસેમ્બરે સોનાના ભાવમાં વધારો થયો હતો. ગુરુવારની સરખામણીમાં ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં રૂ. 150નો વધારો થયો છે. 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 78,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. અહીં જાણો દેશના મોટા શહેરોમાં દિલ્હી, મુંબઈ, પટના, જયપુર, લખનઉમાં આજે સોનાનો ભાવ શું હતો.
ચાંદીનો ભાવ
દેશમાં એક કિલો ચાંદીનો ભાવ રૂ.92,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે ગુરુવારની સરખામણીમાં આજે રૂ. 1000નો વધારો થયો છે.
શું કહે છે નિષ્ણાંતો
મોટાભાગના નિષ્ણાંતો માને છે કે સોનાની કિંમત એક શ્રેણીમાં ટ્રેડ થઈ રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે આગામી વર્ષોમાં સોનું સારું વળતર આપશે. વર્ષ 2025માં સોનું 90,000 રૂપિયાના દરે પહોંચી શકે છે. ડૉલરની મજબૂતાઈ અને બોન્ડ યીલ્ડમાં વધારાની અસર સોનાની માંગ પર પડી છે. આ સિવાય ફુગાવા અંગેની ચિંતા અને આરબીઆઈના વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતાએ પણ સોનાના ભાવ પર અસર કરી છે.
દેશના આ મહાનગરોમાં જાણો શું છે ભાવ ?
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
દિલ્હી | 71,550 | 78,040 |
જયપુર | 71,550 | 78,040 |
લખનૌ | 71,550 | 78,040 |
મુંબઈ | 71,400 | 77,890 |
અમદાવાદ | 71,450 | 77,940 |
ભુવનેશ્વર | 71,400 | 77,890 |
કોલકાતા | 71,400 | 77,890 |
બેંગલુરુ | 71,400 | 77,890 |
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Source link