લગ્નની સિઝનમાં સોના ચાંદીની ભારે ડિમાન્ડ રહે છે. જો કે હવે તો લોકો રોકાણ કરવા પણ સોનાની ખરીદી કરે છે. કારણ કે સોનાના ભાવ દિવસ જાય તેમ વધી જ રહ્યા છે. રોજબરોજ સોના ચાંદીના ભાવમાં બદલાવ જોવા મળે છે. ત્યારે 11 ડિસેમ્બરે સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે તે વિશે જાણીએ.
સોના ચાંદીના વધ્યા ભાવ
ભારતીય બુલિયન માર્કેટમાં આજે 11 ડિસેમ્બર 2024ની સવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શુદ્ધ સોનાની કિંમત 77 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે, જ્યારે ચાંદીની કિંમત 92 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 77869 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 92838 રૂપિયા પ્રતિ કિલો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 77175 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જે બુધવારે સવારે મોંઘુ થઈને 77,869 રૂપિયા થઈ ગઈ છે. આમ શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને મોંઘા થયા છે.
આજે સોનાનો કેટલો છે ભાવ?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર આજે 995 શુદ્ધતાના સોનાની કિંમત 77,557 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 71,328 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો દર 58,402 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના આ પ્રમુખ શહેરોમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)
શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
ચેન્નાઈ | ₹7,2850 | ₹79,470 |
મુંબઈ | ₹72,850 | ₹79,470 |
દિલ્હી | ₹73,000 | ₹79,620 |
કોલકાતા | ₹72,850 | ₹79,470 |
બેંગ્લોર | ₹72,850 | ₹79,470 |
વડોદરા | ₹72,900 | ₹79,520 |
અમદાવાદ | ₹72,900 | ₹79,520 |
સુરત | ₹72,900 | ₹79,520 |
લખનૌ | ₹73,000 | ₹79,620 |
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Source link