- સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો સુવર્ણ તક
- દેશના 12 મોટા શહેરોમાં સોનું 300 રૂપિયા સસ્તુ થયું
- 24 કેરેટ સોનાની કિંમત 72,700 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ
સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે આગામી લગ્ન માટે સોના-ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો સુવર્ણ તક ઝડપી લો. સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. દેશના 12 મોટા શહેરોમાં સોનું 300 રૂપિયા સસ્તુ થયું છે.
બુલિયન માર્કેટ અનુસાર, આજે 24 ઓગસ્ટ 2024 શનિવારના રોજ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. ગઈકાલે શુક્રવારે સોનું રૂ.500 સસ્તું થયું હતું.
સોનાના ભાવમાં થયો ઘટાડો
મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 72,700 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 66,500 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જો ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદીનો ભાવ 86,600 રૂપિયા હતો. ચાંદીના ભાવમાં ગઈકાલ શુક્રવાર 23 ઓગસ્ટની સરખામણીમાં આજે 300 રૂપિયાનો ઘટાડો થયો છે.
દિલ્હીમાં સોનાની કિંમત
24 કેરેટ સોનાની કિંમત અંદાજે 72,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાનો ભાવ
24 કેરેટ સોનાની કિંમત 72,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 66,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં સોનાનો આજનો ભાવ
24 કેરેટ સોનાની કિંમત 72,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવ
શહેર | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
ચેન્નાઈ | 66,590 | 72,640 |
કોલકાતા | 66,590 | 72,640 |
ગુરુગ્રામ | 66,740 | 72,790 |
લખનૌ | 66,740 | 72,790 |
હૈદરાબાદ | 66,590 | 72,640 |
બેંગલુરુ | 66,590 | 72,640 |
પટના | 66,640 | 72,690 |
શુક્રવારે સોનાનો આ હતો ભાવ
દિલ્હીના સ્થાનિક બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનાની કિંમત 350 રૂપિયા ઘટીને 73,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનની માહિતી અનુસાર, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 74,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીનો ભાવ પણ રૂ. 200 ઘટીને રૂ. 87,000 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો જ્યારે તેની અગાઉની બંધ કિંમત રૂ. 87,200 પ્રતિ કિલો હતી.
Source link