- સોના-ચાંદીના ભાવમાં આજે સામાન્ય વધારો
- સોનામાં આજે 99 રૂપિયા અને ચાંદીમાં પણ 99 રૂપિયાનો વધારો નોંધાયો
- છેલ્લા ચાર દિવસ પછી સોના-ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાયો
એમસીએક્સ પર આજે સોનું 71473 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. જ્યારે પાંચમી ડિસેમ્બરે વાયદા ડિલીવરી વાળું સોનું 71945 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. સોનામાં 99 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી અને ચાંદીમાં પણ 99 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘી થઈ છે.
ચાર સપ્ટેમ્બર 2024ના રોજ સોનાના ભાવ જુદા-જુદા શહેરમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 66,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને ચેન્નઈમાં 22 કેરેટ સોનું 66,690 રૂપિયા વેચાણ થઈ રહ્યું છે.
અમદાવાદ અને બિહારના પટણામાં સોનાની કિંમતોમાં સ્થિરતા જોવા મળી છે. અમદાવાદમાં 22 કેરેટ સોનું 66,740 રૂપિયા અને 24 કેરેટ સોનું 72,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાણ થઈ રહ્યું છે. પટણામાં 22 કેરેટ સોનાનો ભાવ 66,740 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 72810 રૂપિયા છે. જ્યારે જયપુર અને ગુરુગ્રામમાં સોનાનો ભાવ ઉચ્ચ સ્તરે છે. જ્યાં 22 કેરેટ સોનું 66,840 રૂપિયા અને 24 કેરેટ સોનું 72,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર વેચાણ થઈ રહ્યું છે.
બેંગાલુરુ અને હૈદ્રાબાદમાં પણ સોનાના ભાવ સમાન છે. જ્યારે 22 કેરેટ ધરાવતું સોનું 66,690 રૂપિયા અને 24 કેરેટ સોનું 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર મળી રહ્યું છે.એમસીએક્સમાં આજે સોનું 71473 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. જ્યારે પાંચ ડિસેમ્બરે વાયદા ડિલીવરી વાળું સોનું 71945 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલા પર ટ્રેડ થઈ રહ્યું છે.
આ ભાવ પર બંધ થયું હતું સોનું
ત્રીજી સપ્ટેમ્બર મંગળવારે એમસીએક્સ પર છેલ્લા સત્રમાં ચાર ઑક્ટોબરની ડિલીવરી ધરાવતું ગોલ્ડ 7181 રૂપિયા પ્રતિ 10 ગ્રાના ભાવ પર બંધ થયું હતું. જ્યારે પાંચમી ડિસેમ્બરે ફયૂચર ડિલીવરીવાળું સોનું 71871 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર બંધ થયું હતું.
Source link