ચાંદીના વાયદા ભાવમાં આજે તા.18 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સોનાના વાયદા ભાવમાં તેજી રહી છે. આજે સોનાના વાયદા ભાવ 73,250 રૂપિયાની નજીક છે જ્યારે ચાંદીનો વાયદા ભાવ 88,700 રૂપિયાની નજીર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાચદા ભાવમાં તેજી, જ્યારે ચાંદીના વાયદા ભાવમાં નરમાશ જોવા મળી રહી છે.
સોનાના વાયદા ભાવમાં તેજી
સોનાના વાયદા ભાવની શરૂઆત આજે તેજીની સાથે થઈ હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો બેંચમાર્ક ઑક્ટોબર કોન્ટ્રાક્ટ આજે 105 રૂપિયાના ઘટાડાની સાથે 73,199 રૂપિયાના ભાવ ઉપર ખુલ્યો હતો. ખુલતાની સાથે આ કોન્ટ્રાક્ટ 156 રૂપિયાની કેજી સાથે 73,250 રુપિયાના ભાવ ઉપર કારોબાર કરી રહ્યો હતો. આ સમયે તેને 73,272 રૂપિયાના ભાવે દિવસના ઉચ્ચ અને 73,199 રૂપિયાના ભાવ પર દિવસના નીચલા તળિયાને સ્પર્શ્યો છે. સોનાના વાયદા ભાવે આ વર્ષે 74,471 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
Source link