દશેરા-દિવાળીના પર્વને લઈ લોકો હોંશે-હોંશે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. જો તમે પણ આ વખતે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ ખબર તમારી માટે છે. આજે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો.
દિવાળીના તહેવાર સુધી સોના-ચાંદીના ભાવમાં આવશે તેજી
દિવાળીના તહેવારો શરૂ થયા છે ત્યારબાદ તરત લગ્નસરા પણ શરૂ થઈ જશે. જેથી બજારમાં સોના અને ચાંદીની માંગ ધીમેધીમે વધવા લાગી છે. ગત કેટલાક દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધ્યા છે. આજે ફરીથી વધારો ઝીંકાયો છે. લોકો લગ્ન અને તહેવારોને લઈ ખરીદી કરવાની શરૂ કરી દીધી છે. દીપાવલીના પ્રારંભ સુધી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. આગામી દિવસો સુધી સોના અને ચાંદીના ભાવ નવી ઉંચાઈ પહોંચી શકે છે.
છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, માર્કેટમાં છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ગોલ્ડની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી સોનાની કિંમતો સતત વધવા લાગી છે.
જો તમે આજે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે 13 ઑક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.
Source link