અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઘરેલું બજારમાં પણ સોનાના વાયદા ભાવ વધવાની સાથે ટ્રેડ કરતું જોવા મળ્યું છે. શુક્રવારે સવારે એમસીએક્સ એકસચેંજ પર ચાર ઑક્ટોબર 2024ની ડિલીવરી વાળું સોનું 0.50 ટકા અથવા 366 રૂપિયાના વધારાની સાથે 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
દેશમાં ફરી સોનાના ભાવમાં વધારો નોંધાયો
કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી પર ટેક્સમાં ઘટાડાની જાહેરાત બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત કડાકો બોલાતો ગયો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, આની પાછળ કેટલાક વૈશ્વિક અને બીજા કારણો પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં રોકેટ ગતિએ વધારો થયો છે. ભારતીય બજારમાં સોનાનો ભાવ એક તોલા એટલે કે, 10 ગ્રામનો સોનાનો ભાવ 74900 રૂપિયા થયો છે. તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં વધારો ઝીંકાયો છે. જો કે દિવાળી સુધી આ ભાવ હજી પણ વધવાની શક્યતા છે.
ચાંદીનો વાયદા ભાવ
સોનાની સાથે જ ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. લોકલ માર્કેટમાં ચાંદીના વાયદા ભાવ શરૂઆતના કારોબારમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતું જોવા મળ્યું. એમસીએક્સ એકસચેંજ પર શુક્રવારે સવારે પાંચ ડિસેમ્બર 2024ની ડિલીવરી વાળું ચાંદી 0.69 ટકા અથવા 598 રૂપિયાના વધારાની સાથે 87,540 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું છે.
વૈશ્વિક સ્તરે ચાંદી
વૈશ્વિક બજારમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. કોમેક્સ પર ચાંદીના ભાવ 0.81 ટકા અથવા 0.24 ડોલના વધારાની સાથે 30.35 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી, જ્યારે ચાંદી હાજર 0.25 ટકા અથવા 0.07 ડોલરના વધારાની સાથે 29.95 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી છે.
આંતરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2,550 ડોલરને પાર
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આજે સોના-ચાંદીના વાયદા ભાવનો શરૂઆત તેજીની સાથે થયો છે. કોમેક્સ પર સોનું 2,587.50 ડોલર પ્રતિ ઔંસના ભાવે ખુલ્યું છે. ગત ક્લોઝિંગ પ્રાઈસ 2,580.60 ડોલર પ્રતિ ઔંસ હતું. આ છેલ્લે 2,593.10 ડોલર પ્રતિ ઔંસની સાથે ભાવ પર કારોબાર કરી રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીનો વાયદા ભાવ 30.23 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું છે. ગત ક્લોઝિંગ પ્રાઈસ 30.1 ડોલર હતું. છે. આખરે 30321 ડોલર પ્રતિ ઔંસના ભાવે કારોબાર કરી રહ્યું હતું.
Source link