જો તમે સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો જલ્દી કરજો. કારણ કે, આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળશે. શનિવારે આજે એટલે કે, 28 સપ્ટેમ્બકે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 24 કેરેટ સોનાનો ભાવ 450 રૂપિયા વધી 77630.3 પ્રતિ 10 ગ્રામ રૂપિયા થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 420 રૂપિચા વધીને 71180.3 પ્રતિ 10 ગ્રામ રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ ગત એક અઠવાડિયામાં 1.42 ટકા બદલાયો છે. જ્યારે ગત મહિનામાં 3.85 ટકા બદલાયો હતો. બીજી તરફ ચાંદીનો ભાવ 1200 રૂપિયા વધીને 99200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.
સોનાનો આજનો ભાવ
ક્રમ | શહેર | 18 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ | 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ | 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ |
1 | દિલ્હી | 58,170 રૂપિયા | 71, 100 રૂપિયા | 77, 550 રૂપિયા |
2 | મુંબઈ | 58, 050 રૂપિયા | 70, 950 રૂપિયા | 77, 400 રૂપિયા |
3 | કોલકાતા | 58, 050 રૂપિયા | 70, 950 રૂપિયા | – |
4 | ભોપાલ | 58,090 રૂપિયા | 71 000 રૂપિયા | 77, 450 રૂપિયા |
5 | ચેન્નઈ | 58,110 રૂપિયા | – | 77, 400 રૂપિયા |
ચાંદીના ભાવમાં ધરખમ વધારો
સોનાની સાથે સાથે ચાંદીમાં પણ સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. અમદાવાદ, જયપુર, લખનઉ, દિલ્હી બુલિયન માર્કેટમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 95 હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે ચેન્નઈ. હૈદ્રાબાદ અને કેરળ બુલિયન માર્કેટમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ, એક હજાર રૂપિયા ટ્રેડ થઈ રહ્યો છે.
જ્યારે એમપીના ભોપાલ અને ઈંદોરમાં એક કિલો ચાંદીની કિંમત 95 હજાર રૂપિયા ચાલી રહી છે.
મિસ્ડ કોલથી ભાવ જાણો
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.
ઘડામણ ચાર્જ અને ટેક્સના ભાવ અલગથી
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી જાહેર કિંમતોનો જુદીજુદી શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આઈબીજેએ તરફથી જાહેર કરાયેલા ભાવ ભાવ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આની કિંમતોમાં જીએસટી સામેલ નથી હોતું. દાગીના ખરીદતા સમયે સોના અને ચાંદીના રેટ ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
સોનાની શુદ્ધતા કઈ રીતે જાણશો?
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.