GUJARAT

Ahmedabad: ખેલૈયાઓ માટે આનંદના સમાચાર! નવરાત્રિમાં મોડી રાત સુધી મેટ્રો દોડશે

રાજ્યમાં નવરાત્રિ દરમિયાન મેટ્રોના સમયમાં વધારાને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રિના 2 વાગ્યા સુધી મેટ્રો શરૂ રાખવામાં આવી છે, ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓમાં ખુશી છવાઈ છે.

રાત્રિના 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

નવરાત્રિના તહેવારમાં મેટ્રો ઓથોરિટી દ્વારા રાત્રિના 2 વાગ્યા સુધી અમદાવાદમાં મેટ્રો શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. આ સાથે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગરબા આયોજિત કરવામાં આવેલા પાર્ટી પ્લોટ સુધી પહોંચવામાં ખેલૈયાઓ મેટ્રોની મુસાફરી કરીને ત્યાં સુધી જઈ શકશે, જ્યારે રાત્રિના 2 વાગ્યા સુધી મેટ્રો શરુ હોવાથી ઘરે પરત ફરવા માટે પણ મેટ્રોનો ઉપયોગ કરી શકાશે.

વધુ એક સુવિધા

થોડા દિવસ અગાઉ નવરાત્રિને લઇ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના દિવસોમાં ગરબા મોડે સુધી ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત નાના મોટા ગલ્લાથી માંડીને ખાવાની દુકાનોને પણ રાત્રિના મોડા સુધી ખુલ્લી રાખવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે આ વિવિધ છુટમાં વધુ એક છુટ ઉમેરવામાં આવતા ગરબા રસિકોમાં ઉત્સાહ વધી ગયો છે.

2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન

જેમાં નવરાત્રી નિમિતે મેટ્રો 2 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવશે, નવરાત્રિને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રિ સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button