સુરેન્દ્રનગર શહેરમાં સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે પર એક ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ સુરેન્દ્રનગર શહેરમાં બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં યુવાનો ક્રિકેટ થકી દેશનું નામ રોશન કરે એ સુંદર સ્વપ્ન બીસીસીઆઈના પુર્વ સેક્રેટરી નિરંજન શાહનું હતું જે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ ક્રિકેટ સ્ટેડિયમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહના માર્ગદર્શન તળે તૈયાર કરવામાં આવ્યું છે જેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.
યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
સુરેન્દ્રનગર શહેરમાં ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થય ગયું છે અને હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મેદાન તૈયાર થતાં જ જેમાં પ્રથમવાર અંડર 16 ક્રીકેટ ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી.આવનારા દિવસોમાં આ મેદાનમાં રણજી ટ્રોફી સહિતની મેચો રમાશે જેમાં દેશનાં નામી ક્રિકેટરોની હાજરી જોવા મળશે.
સુરેન્દ્રનગર ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાઈ
અંડર 16 ની ક્વાર્ટર ફાઈનલ મેચ રાજકોટ એ અને સુરેન્દ્રનગર વચ્ચે રમાઈ હતી. જિલ્લા કલેકટર કે સી સંપટ દ્વારા રીબિન કાપી મેચની શરૂઆત કરાવાઈ હતી. બીસીસીઆઈના પુર્વ સેક્રેટરી નિરંજન શાહનું સ્વપ્ન હતું સુરેન્દ્રનગરમાં સ્ટેડિયમ બને. વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓ સાથે ભવ્યથી અતિભવ્ય સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં રણજી ટ્રોફી સહિતની મેચો રમાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ જયદેવ શાહના માર્ગદર્શન તળે કામગીરી હાથ ધરવામાં આવી છે.
Source link