Google ભારતમાં કરશે મોટું રોકાણ, કરોડો રૂપિયાના ખર્ચે બનાવાશે AI ડેટા સેન્ટર

ગુગલ ભારતમાં સૌથી મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે. કંપની 10 બિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે, જેને ભારતીય નાણામાં કન્વર્ટ કરીએ તો ભારતના 88,705 કરોડ રૂપિયા જેટલું રોકાણ થાય.
આ રકમનો ઉપયોગ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં AI ડેટા સેન્ટર બનાવવા માટે કરવામાં આવશે, જેમાં ડેટા સંગ્રહિત કરવામાં આવશે.
AI ડેટા સેન્ટર
આંધ્રપ્રદેશના મંત્રીએ જાહેરાત કરી છે કે આલ્ફાબેટ ઇન્ક.ની કંપની ગૂગલ ભારતમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે. આ રોકાણનો ઉપયોગ 1 ગીગાવોટ ડેટા સેન્ટર બનાવવા માટે કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, મંગળવારે રાજ્ય અને ટેક જાયન્ટ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. વિશાખાપટ્ટનમમાં એક ડેટા સેન્ટર કેમ્પસ બનાવવામાં આવશે.
આ રોકાણ સાથે, ગૂગલ 1 ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્પસ બનાવશે. આ ડેટા કેમ્પસમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટા પાયે એનર્જી સોર્સ અને ફાઇબર-ઓપ્ટિક નેટવર્ક વગેરે સામેલ હશે.
Googleનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટેક જાયન્ટ્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. કંપનીઓ અન્ય કરતા આગળ રહેવા માટે નવા ડેટા સેન્ટર બનાવવા માટે કામ કરી રહી છે.
AI ડેટા સેન્ટરના ફાયદા
AI ડેટા સેન્ટર કેમ્પસ મૂળભૂત રીતે એક હાઈ પાવર બિલ્ડીંગ છે જેમાં હજારો સુપર કમ્પ્યુટર અને સર્વર્સ હોય છે. OpenAIના ChatGPT અને Googleના જેમિની પણ આવા ડેટા સેન્ટરો પર કાર્ય કરે છે.