GUJARAT

મોરવા હડફની સરકારી કૉલેજની નેક ટીમના સભ્યોએ મુલાકાત લીધી

મોરવા હડફ્ સ્થિત સરકારી કોલેજની નેકની ટીમે મુલાકાત લીધી હતી. નેક કમિટી દ્વારા કોલેજ હજુ વધુ સારી ગુણવત્તાના શિક્ષણ માટે સૂચનોની યાદી આચાર્યને આપી હતી. કોલેજની શૈક્ષણિક પ્રવૃતિઓથી નેક ટીમના સભ્યો પ્રભાવિત થયા હતા.

ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો થાય અને સમાજ પ્રત્યે સંસ્થાનું દાયિત્વ કાર્યક્ષમ રીતે પૂર્ણ કરાય તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ બેંગ્લોરની રચના કરાઈ છે. જે દ્વારા નિયુક્ત ટીમ દ્વારા દરેક યુનિવર્સિટી- કોલેજની દર પાંચ વર્ષમાં એક વાર સ્થળ પર જઈ ચકાસણી કરી સંસ્થાનું મૂલ્યાંકન કરી તેનો ગ્રેડ નક્કી કરે છે. જે પ્રક્રિયાના ભાગ રૂપે ત્રણ સભ્યોની બનેલી ટીમે ગઈકાલે અને આજે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ્ની મુલાકાત લીધી હતી. જેમાં ડો.જોગીન્દ્રસિંહ બિસેન, ઓપન યુનિવર્સિટી નાસિકના પ્રો વાઈસ ચાન્સેલર, પ્રો.એસ. તલવાર કર્ણાટક તથા આંધ્રપ્રદેશની કોલેજના આચાર્ય ડો.સત્યનારાયણ હતાં. જેમાં આચાર્ય ડો.કે.જી છાયાએ કોલેજે મેળવેલી સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજન વિશે માહિતી આપી હતી. કોલેજનું સંશોધન ક્ષેત્રે યોગદાન, સામાજિક જવાબદારીઓ માટે એન એસ એસના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી કામગીરી વિશે માહિતી આપી હતી. આ કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી જેમાં આઈકયુએસીના કોર્ડીનેટર હિતેન રાવલ, તુષાર ડેઢીયા, સોનિયા ડામોર, પંકજ તિવારી તથા એનએસએસ પ્રોગ્રામ ઓફ્સિર ડો સતોલ વગેરે એ સુંદર કામગીરી કરી સંસ્થાને સારો ગ્રેડ મળે તે માટે સતત પ્રયત્ન કર્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button