Palanpur Jethalal And Babita : પાલનપુરમાં બબીતાજીએ કાલુંઘેલું ગુજરાતી બોલી જમાવટ લાવી દીધી, જેઠાલાલે એક સલાહ આપી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક જ્વેલર્સના ઓપનિંગમાં હાજરી આપવા માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેમસ પાત્ર ‘જેઠાલાલ’ અને ‘બબીતાજી’ પહોંચ્યાં હતાં. અહીં કલાકારો દ્વારા સામાજિક સંદેશ સાથે આપી અનોખી અપીલ પણ કરાઇ હતી.
જેઠાલાલે યુવાનોને એક સલાહ આપી
બબીતાજીની સાથે જેઠાલાલની હાજરીએ જમાવટ કરાવી દીધી હતી. મસ્તી-મજા સાથે-સાથે તેમણે યુવાનોને ખૂબ જ ખાસ સલાહ પણ પીરસી હતી. તેમણે કહ્યું- જેમ જેઠાલાલ તેમના બાપુજીનું ધ્યાન રાખે છે, તેમને દરરોજ પગે લાગે છે એવી રીતે તમે પણ તમારા બાપુજીનું ધ્યાન રાખજો, તેમને પગે લાગજો. હાજર લોકોએ જેઠાલાલની આ વાતને વધાવી લીધી હતી.
લીલા કલરની બાંધણીમાં બબીતાનો ગુજરાતી લૂક
બીજી તરફ બબીતાજીએ ‘કેમ છો, પાલનપુર?’થી બોલવાની શરૂઆત કરી હતી.પછી આગળ મુનમુન દત્તા ભીડ તરફ ઈશારો કરીને કહે છે કે- “ઓ બેન શાંતિથી બેસો પડી જાશો”. ગુજરાતીઓનો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. મુનમુન દત્તા લીલા કલરની બાંધણી પહેરીને એકદમ ગુજરાતી લુકમાં ઇવેન્ટ પહોંચી હતી.