NATIONAL

સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, આધાર-પાન કાર્ડના ડેટા લીક કરતી 3 વેબસાઈટ કરી બ્લોક

કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ ડેટા લીક કરતી 3 વેબસાઈટને બ્લોક કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આ વેબસાઈટ પોતાની વેબસાઈટ પર સ્ટાર હેલ્થનો લીક થયેલો ડેટા બતાવી રહી હતી. આધાર ઓથોરિટીએ આ વેબસાઈટ્સ સામે FIR પણ નોંધાવી છે. તાજેતરમાં સ્ટાર હેલ્થના 3 કરોડથી વધુ લોકોનો અંગત ડેટા લીક થયો છે. સ્ટાર હેલ્થે હેકર, ટેલિગ્રામ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ પણ FIR દાખલ કરી છે.

આ ડેટા લીકને રોકવું શક્ય નથી

નિષ્ણાતોનું માનવું છે કે, આ ડેટા લીકને રોકવું શક્ય નથી. તેને અન્ય વેબસાઇટ પર સરળતાથી અપલોડ કરી શકાય છે. તે VPNનો ઉપયોગ કરીને જોઈ શકાય છે. ડેટા અન્ય ચેટબોટ્સ અને વેબસાઇટ્સમાં દાખલ કરી શકાય છે. નવો ડેટા પ્રોટેક્શન એક્ટ હજુ અમલમાં નથી.

વેબસાઇટ્સ સામે શું આરોપો છે?

આ વેબસાઇટ્સ પર દેશના નાગરિકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ ડેટા લીક કરવાનો આરોપ છે. જેના સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડેટા લીકની આ ઘટનાએ લોકોની ચિંતા વધારી દીધી છે.

હેકર્સના નિશાના પર ભારતીય ટેલિકોમ યુઝર્સ

આ વર્ષે જાન્યુઆરીમાં એ વાત સામે આવી હતી કે, 75 કરોડ ભારતીય ટેલિકોમ યુઝર્સ હેકર્સના નિશાના પર છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને સિસ્ટમનું ઓડિટ કરવા જણાવ્યું હતું. આની પાછળ હેકર્સ પાસે યુઝર્સના ફોન નંબર અને આધાર કાર્ડ જેવી વિગતોનો એક્સેસ હોવાનું બહાર આવ્યું હતું.

હેકર્સ ગ્રાહકોનો મોટો ડેટાબેઝ ડાર્ક વેબ પર વેચાણ માટે મૂક્યો હતો

CloudSEK (સાયબર સિક્યુરિટી ફર્મ)એ દાવો કર્યો હતો કે, હેકર્સના એક જૂથે ભારતીય મોબાઇલ નેટવર્કના ગ્રાહકોનો મોટો ડેટાબેઝ ડાર્ક વેબ પર વેચાણ માટે મૂક્યો હતો. તેઓ તેને વેચવા માટે 3 હજાર ડોલરની માંગ કરી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button