ગોધરા નગર પાલિકા દ્વારા આ પાર્કની જાળવણી કરવામાં ન આવતા પાર્ક ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે.શહેરના સિનિયર સિટીઝનો તેમજ બાળકોનાં હરવા ફરવા માટે જે તે સમયે પાલિકાએ લાખ્ખોના ખર્ચે પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ પાલિકાનાં જવાબદાર સત્તાધીશો અને શહેરી બાવાઓની બેદરકારી કારણે આખેઆખો પાર્ક બિસ્માર અને ગંદકીથી ખદબદતો જોવા મળી રહ્યો છે.જેને લઈને હવે શહેરના સિનિયર સિટીઝનો આ પાર્કને સ્વચ્છ અને સુંદર બનાવવાની માંગ કરી રહ્યા છે.
ગોધરા શહેરના બાવાની મઢી પાસે જેતે સમયે ગોધરા નગરપાલિકા ધ્વારા લાખ્ખો રૂપિયા નો ખર્ચ કરી સિનીયર સિટીઝન,બાળકો, લોકોને હરવા ફરવા માટે દાદા-દાદી પાર્ક નું નિમાર્ણ કરવામાં આવ્યું હતું પરંતુ પાલિકા ધ્વારા તેની યોગ્ય જાળવણી નહી કરવામાં આવતા પાર્ક ની બહાર મુખ્ય ગેટ પાસે ફુટપાથ પર પથારાવાળાઓ એ અડીંગો જમાવવાની સાથે ગેરકાયદે તંબુ પણ બાંધવામાં આવ્યો છે જેને લઈ જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળે છે ફુટપાથ પર પથારાવાળાઓનું કાચું દબાણ હોવાને લઈ પાર્ક બિનઉપયોગી બન્યો છે. ખાસ કરીને સીટી ટ્રાફીક પોલીસ ટ્રાફીક નિયમન માટે કાર્યરત હોવા છતાં રસ્તાઓ પર કાચા દબાણ કરાય છે તેઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આંખ આડા કાન કરી દે છે અને ચોક્કસ વિસ્તારમાં ફરી વાહન ચાલકોને દંડ ફ્ટકારાય છે, ત્યારે શું સીટી ટ્રાફ્કિ પોલીસને આ દબાણ નથી દેખાતું? આ પાર્કને જાહેર શૌચાલય અને અસમાજિક તત્વોનો અડ્ડો બનાવી દેવાયો છે. રાત્રી દરમિયાન અસામાજિક તત્વો અહીં નસીલા પદાર્થોનું સેવન કરતાં હોય છે.
Source link