GUJARAT

Rajkotમાં રમકડાની પેઢી પર GSTના દરોડા, શોરૂમ-ગોડાઉન મળી કુલ 6 સ્થળોએ તપાસ

રાજ્યમાં બિલ વગર માલ સમાન વેચાણ કરીને અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા અલગ અલગ એકમો સામે સ્ટેટ જીએસટી કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે રાજકોટમાં યાજ્ઞિક રોડ આવેલ સીમંધર ટોયઝમાં રમકડાની પેઢી પર GST વિભાગે દરોડા પાડ્યા છે.  GST વિભાગે શોરૂમ, ગોડાઉન મળી કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં GST વિભાગે રમકડાની પેઢી કાર્યવાહી હાથ ધરી છે. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિંધર ટોય્સ ઉપર સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડ્યા છે. પેઢી અને ગોડાઉન સહિત અડધો ડઝન સ્થળોએ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. GST વિભાગ દ્વારા રમકડાની પેઢીઓમાં હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી છે. GST વિભાગે યાજ્ઞિક રોડ ,સાધુવાસવાણી રોડ ભક્તિનગર સર્કલ, સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉનમાં મળી કુલ 6 સ્થળોએ તપાસ કરી છે. જેમાં GST વિભાગે 6 દુકાનો 1 દિવસ માટે સીલ કરી છે.

રમકડાના વેપારી દ્વારા મોટી કર ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે GST વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  સ્ટેટ GST દ્વારા મોડી રાત્રિ સુધી કાર્યવાહી બાદ દુકાન એક દિવસ માટે સીલ કરવામાં આવી છે. આજે પણ GST વિભાગ  તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અલગ-અલગ બ્રાન્ચ પર પણ તપાસ કરવામાં આવશે. જો કોઇ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button