ઓટોનોમસ કોલેજના સ્ટેટસ માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)એ પહેલીવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડી છે. SOP મુજબ યુનિવર્સિટી સંલગ્ન કોઈ કોલેજ UGCમાં ઓટોનોમસ સ્ટેટસ માટે અરજી કરશે તો મંજૂરી પહેલા GTUની કમિટી તમામ વેરિફ્કિેશન કરશે અને ત્યારબાદ કમિટીની ભલામણના આધારે UGC જે તે કોલેજને ઓટોનોમસનું સ્ટેટસ આપશે.
હાલ GTU સાથે જોડાયેલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજોમાંથી પાંચને સ્વાયત સંસ્થાનું સ્ટેટસ મળેલું છે.ઓટોનોમસ માટે કોલેજે UGCમાં અરજી કરવાની હોય છે અને ટીચિંગ, એક્ઝામ, રેન્કિંગ, પ્લેસમેન્ટ, રિઝલ્ટ સહિતની બાબતોના આધારે UGC કોલેજને સ્વાયત સંસ્થાનો દરજ્જો આપે છે. આ સ્ટેટસ ત્રણથી પાંચ વર્ષ માટે મળે છે. ઓટોનોમસ સ્ટેટસ બાદ કોલેજોએ શું કરવાનું અને તેમના સંચાલન, યુનિવર્સિટીની ભૂમિકા જેવી બાબતો માટે કોઈ ગાઈડલાઇન હતી નહીં. આટલા વર્ષો બાદ GTUએ પહેલીવાર ઓટોનોમસ કોલેજના સ્ટેટસ માટેની SOP જાહેર કરી છે.
જાહેર થયેલી SOP મુજબ કોલેજ અરજી કરે તેના 15 દિવસની અંદર યુનિવર્સિટીના ચાર સભ્યોની કમિટી અરજી અને ડોક્યુમેન્ટ્સનું વેરિફ્કિેશન કરી UGCને ભલામણ મોકલશે. UGC તેના આધારે કોલેજને ઓટોનોમસ સ્ટેટસ આપશે. સ્વાયતતા મળ્યા પછી GTU ત્રણ મહિનામાં કોલેજને નોટિફ્કિેશન ઇશ્યૂ કરશે.
Source link