- ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં આવશે મહત્વના બિલ
- કાળા જાદૂ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભામાં રજૂ થશે
- સૌરાષ્ટ્ર ઘરખેડ, પ્રોહિબિશન અંતર્ગત ઝડપાયેલા વાહનો સહિત પાંચ બિલ રજૂ થશે
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની જાહેરાત થઈ ચૂકી છે. ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી યોજાશે. . 15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને 21 ઓગસ્ટે સભાગૃહમાં હાજર રહેવાની માંગ કરવામાં આવી છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના બિલ પણ લાવી શકે છે.
ચોમાસા સત્ર દરમિયાન રજૂ થશે 7 બિલ
વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના આ 7 બિલ લાવી શકે છે. જેમાં રાજ્યમાં દિવસેને દિવસે અંધશ્રદ્ધાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેથી આ કાળા જાદુને નાથવા રાજ્ય સરકાર કાળા જાદૂ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભામાં રજૂ થશે. ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્ર ઘરખેડ, પ્રોહિબિશન અંતર્ગત ઝડપાયેલા વાહનોનો નિવેડો લાવવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે. જીએસટી સુધારા વિધેયક સહિત અન્ય બિલો પણ ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે.
અમિત ચાવડાએ કરી હતી આ માગ
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર મામલે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માગ કરી હતી, આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ધારાસભ્યો પ્રશ્નો પૂછી શકે તે માટે અમિત ચાવડાએ માગ કરી છે.
Source link