![Gujarat: CMએ લોથલ ખાતે દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી Gujarat: CMએ લોથલ ખાતે દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી](https://i0.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/12/28/OEuTUo9Z9VYIXJcaIweREOwJOeLkrmnEOZqyXnxG.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને ‘વિરાસત ભી વિકાસ ભી’ સાકાર કરવાની નેમ પાર પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેકટ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી.
‘વિરાસત ભી વિકાસ ભી’ પીએમ નું સપનું સાકર થશે
લોથલ ખાતે મહત્વકાંક્ષી પ્રોજેકટ નિર્માણ ચાલી રહ્યું છે જેના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વિશાળ નેશનલ મેરી ટાઈમ હેરિટેજ મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝીયમ ‘વિરાસત ભી વિકાસ ભી ‘ના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના ધ્યેયને સાકાર કરશે.
NMHC માં છ ગેલેરીઓનો સમાવેશ
NMHCનો તબ્બકો 1A હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રોજેકટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને જરૂરી વિગતો પૂરી પાડી હતી.
Source link