હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાય તેવી આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે. માવઠાની સાથે-સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં શિયાળો જામી ગયો
રાજ્યમાં શિયાળો જામી ગયો છે. દિવસે પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 14 અને ગાંધીનગરમાં તાપમાન 11 ડિગ્રી આસપાસ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.5 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ યથાવત રહેશે. આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું છે.ગાંધીનગરમાં 9 ડિગ્રી, અમદાવાદમાં 11 ડિગ્રી જ્યારે રાજકોટમાં 10.8 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 11.6 ડિગ્રી, મહુવામાં 12.1 ડિગ્રી, મહુવામાં 12.1 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેશોદ 12.4 ડિગ્રી, પોરબંદર 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Source link