GUJARAT

Gujarat Cyclone: રાજ્યના આ વિસ્તારોમાં અસના વાવાઝોડાની વધુ અસર રહેશે

  • 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે વાવાઝોડું
  • વાવાઝોડાનો માર્ગ પાકિસ્તાન તરફનો રહેવાની શક્યતા છે
  • ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 3 કિમીની ઝડપે આગળ વધ્યુ

ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો છે. જેમાં 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડું આગળ વધ્યુ છે. તેમજ ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 3 કિમીની ઝડપે આગળ વધ્યુ છે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર, કચ્છથી અરબી સમુદ્ર તરફ આગળ વધ્યુ છે. વાવાઝોડાનો માર્ગ પાકિસ્તાન તરફનો રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે. તેમજ ભૂજથી 60 કિ.મી અને નલિયાથી 80 કિમ. વાવાઝોડુ દૂર છે. તેમજ કરાચીથી 250 કિ.મીના અંતરે વાવાઝોડુ અસના ઓમાનના દરિયાકાંઠે 2 સપ્ટેમ્બરે ટકરાશે. ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડની અસર રહેશે. તેમાં પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 85 કિ.મીની ઝડપે શકે પવન ફૂંકાઇ શકે છે. વાવાઝોડાની અસરથી ભારે વરસાદની શક્યતા છે.

વાવાઝોડાનો પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા

ભારે પવનને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શકયતા છે. ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 3 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. તેમાં સૌરાષ્ટ્ર કચ્છથી પશ્ચિમ તરફ એટલે અરબી સમુદ્ર તરફ આગળ વધ્યુ છે. તેમાં વાવાઝોડાનો પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button