દેશના વડાપ્રધાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક અને દ્રષ્ટીવંત નેતૃત્ત્વ હેઠળ રાજ્ય સરકારે કૃષિ વિસ્તરણ યોજના, કિસાન હેલ્થ કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પશુપાલન પ્રોત્સાહન વગેરે બાબતોમાં દેશભરમાં અનોખી પહેલ કરી છે.ત્યારે બોટાદ જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ તેમજ આત્મા વિભાગ સક્રિય છે.
ટામેટાની ખેતી
સંયુક્ત બાગાયત નિયામક આર. એચ. લાડાણી, બોટાદ નાયબ બાગાયત નિયામક જયરાજ વાળાએ રક્ષિત ખેતી અંગે ભદ્રાવડી ગામના ધરતીપુત્ર કમલેશભાઈ સાથે વાતચીત કરી હતી. બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતોને અનેક લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે. રાજ્યના બાગાયત વિભાગની રક્ષિત ખેતીની ફ્લેગશીપ યોજનાના લાભ દ્વારા કમલેશભાઈ નેટ હાઉસમાં ટામેટાની ખેતી કરી રહ્યા છે.
નેટ હાઉસ ખેતી
શ્રી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, “નેટ હાઉસ વડે ટામેટાનો પાક ખૂબ જ સારી રીતે લઈ શકાય છે. નેટ હાઉસ તૈયાર કરવા માટે બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૫ ટકા જેટલી સહાય અમે મેળવી છે. ખેતી માટે થતાં ખર્ચ સામે પહોંચી વળવામાં આ સહાય થકી અમને આર્થિક રીતે મદદ મળી છે” યોગ્ય માવજત રાખવાથી નેટ હાઉસના ઉત્પાદનને સુરક્ષિત રાખી શકાય અને ફૂગ સહિતના અન્ય પ્રશ્નો ઉદ્દભવે તે પહેલાં ડામી શકાય છે.
સશક્તિકરણની દિશામાં મક્કમ પગલાં
રાજ્ય સરકારની ખેડૂત પ્રત્યે સંવેદનશીલ નીતિ અને રાજ્યના ખેડૂતોની મહેનતના સુભગ સમન્વયથી ગુજરાત દેશભરમાં કૃષિ વિકાસ દરમાં અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં આ દિશામાં ગુજરાત અગ્રેસર બની રાજ્યના ખેડૂતો અને ખેતીની સમૃદ્ધિ માટે નક્કર આયોજન સાથે નવતર પહેલ કરી રહ્યું છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે અડીખમ ઊભેલી રાજ્ય સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની સાથે સાથે ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે.
Source link