આ મોંઘવારી દઝાડશે, સીંગ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલના ભાવમાં 2 દિવસમાં રૂપિયા 70નો વઘારો થયો છે. તેમજ સીંગતેલના ભાવમાં 2 દિવસમાં રૂપિયા 60નો વધારો થયો છે. પિલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે તેમ તેલના વેપારીઓ જણાવી રહ્યાં છે.
સીંગતેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા છે
સીંગતેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા છે. તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 થયો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યુ છે. જેમાં પિલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે.
બંને તેલોમાં બે દિવસમાં 70થી 60 રૂપિયાનો વધારો થયો
સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મીલરોને કાચો માલ નહીં મળવાને કારણે મીલોમાં પિલાણ ઘટી જવા પામ્યુ હતુ. જેના કારણે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં 70થી 60 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત લસણના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હાલમાં બજારમાં 400 રૂપિયાનું કિલો લસણ મળી રહ્યું છે, તે પણ એકદમ નાની સાઈઝનું લસણ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દર બે માસે લસણના ભાવમાં તેજી આવી રહી છે. તેમજ બે દિવસ પહેલા સીંગતેલનો ભાવ 15 કિલોના એક ટીનનો રૂપિયા 2620 હતા. તે આજે 2690 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ 1680 રૂપિયા હતો તે વધીને 1740 રૂપિયા થઈ ગયો છે આમ બંને તેલોમાં બે દિવસમાં 70થી 60 રૂપિયાનો વધારો થયો છે.
Source link