- રાજ્યમાં 134 શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી કરાઈ
- અન્ય શિક્ષકો પર પણ કાર્યવાહી કરવામાં આવશે
- શિક્ષકોની ખોટી હાજરી પૂરવા પર કડક પગલા ભરાશે
રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ચર્ચામાં છે. રાજ્યમાં અનેક શિક્ષકો રજાઓ મુકીને વિદેશ પ્રવાસ પર છે. ત્યારે હવે ભૂતિયા શિક્ષકોને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાની પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં 134 શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય શિક્ષકો પર પણ કાર્યવાહી કરાશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર
વધુમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે બીજા અન્ય કેટલાક શિક્ષકો ઉપર પર પણ કાર્યવાહી કરવામાં આવશે, જે અંગે હાલ તપાસ ચાલી રહી છે અને શિક્ષકોની ખોટી હાજરી પૂરવા પર પણ કડક પગલા ભરવામાં આવશે. આ મામલો સાબરકાંઠામાં શિક્ષક ગેરહાજર હતા અને તેમની જગ્યાએ બીજા શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યભરની શાળાઓમાંથી એક બાદ એક ગેરહાજર શિક્ષકો વિશેની માહિતી બહાર આવી અને રાજ્યમાં આવા 134 જેટલા શિક્ષકો સામે આવ્યા છે.
AMC સ્કૂલ બોર્ડ સંચાલિત સ્કૂલના શિક્ષક અઢી વર્ષ કરતા વધારે સમયથી સ્કુલમાં ગેરહાજર
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સતત તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ શહેરમાં પણ તપાસ દરમિયાન સામે આવ્યું કે 12 શિક્ષકો લાંબી રજા પર ગયા છે. AMC સ્કૂલ બોર્ડ સંચાલિત આ સ્કૂલના શિક્ષક અઢી વર્ષ કરતા વધારે સમયથી સ્કુલમાં ગેરહાજર છે અને જે અંગે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું અને સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષકનું ડીમ્ડ રાજીનામું લઈ લેવામાં આવ્યુ છે અને આ શિક્ષકને હવે તમામ લાભ મળવાના પણ બંધ થઈ જશે.
આ મુદ્દે કોઈ લાલિયાવાડી ચલાવવામાં આવશે નહીં: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે જેટલા પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર રહ્યા નથી અને વિદેશમાં ફરી રહ્યા છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરાશે. વધુમાં તેમને જણાવ્યું કે, 32 શિક્ષકો વિદેશ ગમન પર છે જેમને પગાર ચૂકવવામાં આવતો નથી અને જેમને સરકારનો ખોટો લાભ લીધો હશે તો તેમની પાસેથી વસૂલાત કરવામાં આવશે. શિક્ષણ વિભાગ સ્પષ્ટ છે અને કોઈપણ લાલિયાવાડી ચલાવવામાં આવશે નહીં. આ રીતે એક પણ જિલ્લામાં કોઈ પણ શિક્ષક ખોટી રીતે કે વિદેશ ગયા હોય તમામ પ્રકારની માહિતી મગાવવામાં આવી છે. આ શિક્ષકો સામે વહેલામાં વહેલી તકે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.
Source link