GUJARAT

Gujaratરાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચુંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપી છે. તેમણે પ્રતિનિધિઓને તેમના વિસ્તારમાં યોગ્ય કામ કરવા અંગે આ સલાહ આપી છે.

 હર્ષ સંઘવની ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ 

ગૃહ મંત્રી હર્ષ સંઘવી કોઈના કોઈ મુદ્દે હંમશા ચર્ચાઓમાં રહેતા હોય છે. ત્યારે હવે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને સલાહ આપી છે. તેમણે સલાહ આપતા કહ્યું કે, ગુજરાતમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ હવે સામાજિક જવાબદારીઓ નિભાવે. તેઓએ પોતાના ગામ અને પોતાના વિસ્તારમાં સફાયકામ કરવુ જોઈએ, વૃક્ષા રોપણના કાર્યક્રમોનુ આયોજન કરવુ જોઈએ. તમામ ચુંટાયેલા પ્રતિનિધિઓએ જન કલ્યાણ માટે હંમેશા કાર્યરત રહેવુ જોઈએ. અને વિવિધ કાર્યક્રમો થકી જનતાની વચ્ચે રહેવુ જોઈએ. જેથી જનતાનો સારો પ્રતિસાદ મળી શકે. તેમણે પ્રશ્ન પુછતા કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્કૂલ માંગે છે, તેનું બિલ્ડીંગ માગે છે. પરંતુ સ્કૂલની મુલાકાત કેટલા લોકો લેવા જાય છે તે એક પ્રશ્ન છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપી છે. તેમણે પ્રતિનિધિઓને તેમના વિસ્તારમાં યોગ્ય કામ કરવા અંગે આ સલાહ આપી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિનિધિઓને સલાહ આપતા કહ્યું કે, સ્કૂલ એ માત્ર ફોટા પડાવવા માટેની જગ્યા નથી. આપણે ત્યાં જઈને યોગ્ય અને ઠોસ કામગીરી પણ કરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાત મુહર્ત કરવાની કે લોકાર્પણ કરવાની કોઈ જવાબદારી જ હોતી નથી. તેમણે કહ્યું કે, સમજમાં જ્યારે બદલાવ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે તો અમુક લોકો વિરોધ પણ કરતા હોય છે. પણ આપણે તેઓના વિરોધની અવગણના કરી સતત સામાજિક કામો અને જન કલ્યાણ માટેના કામો કરતા રહેવુ જોઈએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button