રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, પંચમહાલ તથા વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ નર્મદા, ભરૂચ, સુરત તથા તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે ડાંગ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ આવી શકે છે. તથા અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.
ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ
ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ તથા ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે.
સાયલામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચૂડામાં 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે સાયલામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. સતત વરસાદથી જિલ્લાના 3 જળાશયો ઓવરફલો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને તાકીદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે સાંજથી મેઘરાજાનું આગમન થયુ હતુ. સતત બીજા દિવસે પણ જિલ્લામાં મેઘસવારી જારી રહી હતી. અને ગુરૂવારે દિવસભર વરસાદના વિરામ બાદ ફરી ગુરૂવારે સાંજે મેઘસવારી આવી પહોંચી હતી અને સમગ્ર રાત્રિ દરમિયાન જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.
ચૂડા તાલુકામાં સૌથી વધુ 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ થયો
છેલ્લા 24 કલાકની વાત કરીઓ તો જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે સાયલામાં 4 ઈંચથી વધુ, લીંબડીમાં 3 ઈંચથી વધુ અને સુરેન્દ્રનગર-ચોટીલામાં 3 ઈંચ આસપાસ વરસાદ થયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 18 મિમી એટલે કે, અડધા ઈંચથી વધુ થયો છે. સતત 2 દિવસના વરસાદથી જિલ્લામાં 3 ડેમ ઓવરફલો થયા છે. જેમા ચુડાનો વાંસલ ડેમની સપાટી પરથી 0.03 મીટર ઉપર પાણી વહી રહ્યુ છે. જયારે મૂળીના નાયકા ડેમ અને સાયલાના નીંભણી ડેમના 1 ગેટ ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ગુરૂવારે રાતના સમયે ભારે વરસાદથી સવારના સમયે રસ્તાઓ પર ચીક્કાર પાણી ભરાયા હતા.
Source link