GUJARAT

Gujarat Rain: પોરબંદરમાં અંદાજે 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં, 200 લોકોનું રેસ્ક્યૂ

  • ખળપીઠ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયેલા
  • પાણી ભરાતા પશુઓને રોડ પર રાખવાની નોબત
  • તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી

પોરબંદરમાં ભારે વરસાદને પગલે અંદાજિત 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં છે. તેમજ 150 થી 200 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મોટા પાયે પશુપાલનને પણ નુકસાન થયું છે. 150 થી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સામાજિક આગેવાનો સહિત તંત્ર પણ લોકોને સ્થળાંતર કરવા કામે લાગ્યું છે. પોરબંદરના ખળપીઠ વિસ્તારમાં લોકોના ઘર ડૂબી ગયા છે. પશુઓને રોડ પર રાખવાની નોબત આવી છે.

રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિનું સર્જન થયું

પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે માઝા મૂકી છે ત્યારે અત્યાર સુધીમાં 48 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે, રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિનું સર્જન થયું છે. પોરબંદરમાંથી અનેક લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

48 કલાકમાં 13 ઈંચ વરસાદ વરસ્યો

પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસથી સતત વરસેલા વરસાદે લોકોની મજા બગાડી છે ત્યારે છેલ્લા 48 કલાકમાં પોરબંદરમાં 13 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે અને પોરબંદરના રાજીવ નગર ખડા વિસ્તાર તથા બોખીરા વિસ્તારમાં પણ ફરીથી પાણી ભરાયા છે. આ અગાઉ પણ વરસાદ વરસ્યો હતો ત્યારે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને હાલ પણ આ જ પરિસ્થિતિ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વરસાદ મુખ્ય રસ્તા ઉપર વૃક્ષો પડવાની ઘટના પણ બની છે અને તાત્કાલિક તંત્ર દ્વારા હટાવવામાં પણ આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button