- 20 અને 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદ
- દમણ, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ આવશે
- ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે
રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં 20 અને 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. દમણ, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. તેમાં અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગની આગાહી છે કે 20 અને 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે.
દમણ, તાપી, ડાંગ સહિત વરસાદની આગાહી
દમણ, તાપી, ડાંગ સહિત વરસાદની આગાહી છે. ગુજરાતમાં છુટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાક સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે. ત્યારે આજે નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં અચાનક વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદ આવ્યો છે. વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નવસારીના વાતાવરણમાં પલ્ટો આવતા નવસારી શહેરમાં અચાનક વરસાદ શરૂ થયો હતો.
શહેરમાં ગરમી વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ખુશનુમા બન્યું
દિવસોના ભારે ઉકળાટ અને ગરમી બાદ અચાનક વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ છે. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે શહેરના માર્ગો ભીના કર્યા છે. તેમજ રક્ષાબંધન હોવાથી બહેનો ભાઇના ઘરે જવા નિકળતા રસ્તામાં વરસાદના કારણે ભીજાઇ છે. તેમજ શહેરમાં ગરમી વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ખુશનુમા બન્યું છે.
Source link