રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે તાપી, વડોદરા તથા ભરૂચ, અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના
ગાંધીનગર, અરવલ્લી, ખેડા તથા અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ દાહોદ, ,વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી તથા ભાવનગર, ગીરસોમનાથ તેમજ બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના છે. વડોદરામાં પણ ભારે વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાની ગતિ સામે ઝઝૂમતા વૃક્ષનો વીડિયો પણ વાયરલ થયો છે.
શહેરમાં અંદાજીત વૃક્ષ પડવાના 40થી વધુ કોલ આવ્યા
જ્યુબિલી બાગ પાસે તોતિંગ વૃક્ષે પવન સાથે બાથ ભીડી છે. જો કે સદનસીબે કોઈ રાહદારી પર ન પડતા જાનહાની ટળી છે. શહેરમાં અંદાજીત વૃક્ષ પડવાના 40થી વધુ કોલ આવ્યા છે. વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરનો ગેટ પણ ધરાશાયી થયો છે તો સ્ટ્રક્ચર ઉપર લગાવેલ હોર્ડિંગસ પણ ધરાશાયી થયું છે. ગઇકાલ સાંજ બાદ રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ અનેક જગ્યાએ શરૂ થઈ ગયો હતો. રાજ્યના સુરત, વડોદરા, ભરૂચ, જંબુસર, ગાંધીનગર, અમદાવાદ, નવસારી સહિત ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
Source link