હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. જેમાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા છે. તેમાં એક્રોપોલીસ મોલ પાસે ઢીંચણસમા પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. તેમજ સહકારી જીન, મેડિસિટી નજીક હાઈવે પર પાણી પાણી જોવા મળ્યુ છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા
સાબરકાંઠાના હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. સાબરકાંઠા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોમવારે બપોર બાદના અરસા દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ એકાએક જ તૂટી પડવાને લઈ હિંમતનગર અને ગાંભોઈ વિસ્તારના અનેક માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. નેશનલ હાઈવેના સર્વિસ રોડ અને ભિલોડા ગાંભોઈ સ્ટેટ હાઈવે માર્ગ પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને લઈ વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે ખેડૂતો અને સ્થાનિકોની અપેક્ષાનુસાર વરસાદ વરસવાને લઈ સ્થાનિકોમાં રાહત સર્જાઈ હતી.
ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે
ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તો અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે. સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે.
Source link