GUJARAT

Gujarat Rain: બહાર નીકળતા વિચારજો! ભારે વરસાદથી રાજ્યમાં ઠેર-ઠેર રસ્તાઓ બંધ

  • મૂશળધાર વરસાદથી સૌથી મોટી અસર મુસાફરીમાં
  • ઠેર-ઠેર પાણી ભરાતાં રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ
  • રાજ્યમાં એસટી બસના 433 રૂટ રદ કરવામાં આવ્યા

ગુજરાતમાં મૂશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22થી વધારે સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એસટી બસના 433 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 2081 ટ્રિપ રદ કરવામાં આવી છે. સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થઈ છે. ગુજરાતમાં 1 નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ છે.

વરસાદી પાણી ઓસરતા વાહન-વ્યવહાર પૂર્વવત્ થશે

અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5, સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3, કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પંચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65, નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ17, મોરબી 10, જામનગર 11, દ્વારકા 1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અરમેલી 1, જૂનાગઢ 4, પોરબંદર 6 રસ્તા બંધ છે. રાજ્યમાં એક નેશનલ હાઇવેને પણ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે છોટા ઉદેપુર 1 માર્ગ નેશનલ હાઇવે બંધ છે.

કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો. મોરબી મચ્છુના 32 જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ ડાયવર્ટ કરાયો. અમદાવાદ, રાજકોટ, જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું. ઇમરજન્સી સિવાય બારે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button