GUJARAT

Gujarat Rain: દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

નવરાત્રિ પુરી થતાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં સિઝનનો વરસાદ હવે વધીને 140 ટકા થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે.

રાજ્યમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. 15 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

ગુજરાતમાં ચોમાસાના વિદાયની અંતિમ પળો 

ગુજરાતમાં ચોમાસાના વિદાયની અંતિમ પળો છે. જોકે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું હોવાનું પણ કેન્દ્રિય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. જોકે દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

15 થી 17 ઓક્ટોબરે મેઘરાજા કરશે મંડાણ

રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button