GUJARAT

Gujarat Rain: ભારે પવન સાથે વરસાદમાં વૃક્ષો ધરાસાયી થતાં જંબુસરમાં ટ્રાફિક જામ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી વચ્ચે આજરોજ સાંજના પાંચ વાગ્યે આમોદ નગર સહિત તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાપ અને ગરમીના ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. દિવસ દરમિયાન અંધારપટ વાતાવરણમાં વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખી મુસાફરી કરી હતી. 3 દિવસના વિરામ બાદ આમોદ પંથક સહિત તાલુકામાં અનેક ગામડાઓમાં મેઘાએ માજા મુકી છે. આમોદ નગર મુખ્ય બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે.

આમોદના ગામડાઓમાં વરસાદ

ગાજવીજ અને પવનના સુસ્વાટા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આમોદ નગર અને તાલુકાના અનેક ગામડાઓ સુધી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાપ ઉકળાટ અને બાફ મારતા વાતાવરણમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે 12 જિલ્લાઓ અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી બનાસકાંઠા, કચ્છ અને દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કચ્છના ભુજ અને અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દાહોદમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પામી વહેતા થયા હતા. રાજ્યમાં આ વર્ષે સિઝનનો સરેરાશ 139 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ભુજના દેશલપર વાંઢાય ગામે વરસાદ

ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામે છેલ્લા બે દિવસથી ભારે બફારા બાદ આજે વરસાદ પડ્યો હતો. બપોર બાદ પડેલા ભારે વરસાદથી ગામમાં પાણી જ પાણી થઈ ગયું હતું. અને નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. કમોસમી વરસાદથી ખેડૂતોને દોડાદોડી થઈ હતી. આ વરસાદથી મગફળી અને કપાસના પાકને ભારે નુકસાની વેઠવી પડશે. ખેડૂતોનો તૈયાર મગફળીનો પાક વરસાદથી પલળી ગયો હતો. તો દાડમના પાકમાં લાગેલા ફૂલો આ વરસાદથી ખરી પડ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button