- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ આવ્યો
- વલસાડ, તાપી, નવસારીમાં વરસાદી માહોલ
- સુરત, નર્મદા, પંચમહાલમાં વરસાદી માહોલ
રાજ્યમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ આવ્યો છે. તેમાં વલસાડ, તાપી, નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત, નર્મદા, પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વાત કરી છે. જેમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની માહિતી મેળવી છે.
CMએ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપી
CMએ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપી છે. તેમજ જરૂર પડ્યે SDRF-NDRFની મદદની પણ ખાતરી આપી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી.
SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી
મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 64 મી.મી. થયો છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ 326 મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.
Source link