- પરશુરામભઠ્ઠા, ફતેગંજ, કલાલી વડસરમાંથી લોકોનું સ્થળાંતર
- લોકોને સલામત સ્થળે ખસી જવા વડોદરા મ્યુ. કમિશનરની અપીલ
- ભારે વરસાદથી આજવા સરોવરની સપાટી 214.31 ફૂટે પહોંચી
વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી વટાવીને 28 ફૂટે પહોંચી ગઈ છે. જેને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્કયુ ઓપરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પરશુરામભઠ્ઠા, ફતેગંજ, કલાલી વડસર જેવા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
લોકોને સલામત સ્થળે ખસી જવા વડોદરા મ્યુ. કમિશનરની અપીલ
વડોદરા ઉપરાંત આજવા સરોવરના સ્ત્રાવવિસ્તાર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ની સપાટી 28 ફૂટે પહોંચી જતા વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે. હજુ એકધારો વરસાદ પડશે તો વડોદરામાં પરિસ્થિતિ બગડી શકે છે. મોડી રાત્રે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 35 ફૂટે પહોંચે તેવી શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વિશેષ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા શહેરનો કાલાઘોડા બ્રિજ કોર્પોરેશને બંધ કર્યો
ગુજરાત અને રાજસ્થાન પરના ડીપ ડિપ્રેશનને કારણે આગામી 48 થી 72 કલાક સુધી ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે, અતિ ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે 26000 કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.જેને કારણે વણાકબોરી વિયર પરથી અંદાજે રાત્રે 10 કલાકે આ પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા છે.જેના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના સાવલી તાલુકાના 28 વડોદરા ગ્રામ્યના 09 અને પાદરા તાલુકાના 12 સહિત 49 ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.
Source link