- દરિયામાં રહેલા માછીમારોને કોસ્ટગાર્ડે કર્યા સતર્ક
- 27-28 ઓગસ્ટે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેની આગાહી
- સૌરાષ્ટ્ર, કચ્છમાં વાતાવરણ તોફાની બની રહેશે
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે અને દરિયામાં માછીમારી ના કરવા માટે અને દરિયામાંથી માછીમારોને પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં રહેલા માછીમારોને કોસ્ટગાર્ડ દ્વારા સતર્ક કરવામાં આવ્યા છે.
28 અને 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર રચાયેલ ડીપ ડિપ્રેશનને લઈને આગામી 28 અને 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં વાતાવરણ તોફાની બની રહેશે. આ સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડ માછીમારોની સુરક્ષા માટે સક્રિય બન્યુ છે અને સાવચેતીના તમામ પગલા લઈ રહ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે CM ભૂપેન્દ્ર પટેલની નાગરિકોને અપીલ
રાજ્યભરમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અપીલ કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નદી-નાળા કે રસ્તાઓ પર જ્યા વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં હોય અને ભયજનક રીતે વહેતું હોય તે જગ્યાઓ પર ન જવા માટે અપીલ કરી છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી અને સૂચનાઓનું પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે, સાથે જ બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ આપવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી વ્યક્ત કરી છે.
તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમઃ રાહત કમિશનર આલોક પાંડે
ત્યારે રાહત કમિશનર આલોક પાંડેએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે જાણકારી આપતા જણાવ્યું કે વરસાદને કારણે કૂલ 470 પંચાયતી રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી કૂલ 17,827 લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ અન્ય 10 સ્ટેટ હાઈવે પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. સાથે જ તેમને જણાવ્યું કે આખા ચોમાસાની સિઝન દરમિયાન કૂલ 99 લોકોના મોત થયા છે.
Source link