હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,રાજયમાં આગામી બે દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.લોકલ કન્વેક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળી છે જેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો આજે કયા અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે નર્મદા, તાપી, સુરત,નવસારી, ડાંગ, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં તાપામનમાં થયો વધારો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં કનવેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદ લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે તો બીજી તરફ મહત્તમ તાપમાન 37.4 જે સામાન્ય તાપમાન કરતા એક પોઇન્ટ પાંચ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.રાજયમાં હજી પણ ભેજવાળુ વાતાવરણ હોવાથી અગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે
17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
Source link