- રાજયમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં
- આવતીકાલે સક્રિય થશે નવી વરસાદી સિસ્ટમ
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થશે સક્રિય
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે,હાલ કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી,આવતીકાલે નવી વરસાદની સિસ્ટમ સક્રિય થશે,સાથે સાથે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે જેને લઈ અગામી સમયામાં એટલેકે 20 ઓગસ્ટથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થવાની આગાહી છે.
સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અગામી સમયમાં ગુજરાતમાં સારો વરસાદ થશે,સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,હાલ ગુજરાતમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે વરસાદ પડી રહ્યો નથી.20 ઓગસ્ટથી ગુજરાતમા ભારે વરસાદ થવાની આગાહી સેવાઈ રહી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે,શું આ વરસાદી સિસ્ટમ ગુજરાતને વરસાદ આપશે કે પછી હાથતાળી આપશે.
બંગાળની ખાડીમાં હલચલ
રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં ઓછી માત્રામાં દબાણ જોવા મળી રહ્યું છે. જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની નજીકના વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ લૉ પ્રેશર વિસ્તાર આગામી 2-3 દિવસમાં ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાંથી પસાર થતા પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં વરસાદની ગતિવિધિઓ વધશે.
IMDએ પણ વરસાદની કરી છે આગાહી
દેશના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાને કારણે, બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક વાવાઝોડાની અપેક્ષા જોવા મળી રહી છે. NCRમાં આ દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરેલ છે.
Source link