ચોમાસાને લઈને છેલ્લા ઘણા સમયથી અલગ અલગ આગાહી સામે આવી રહી હતી. ત્યારે નવરાત્રીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે જ દિવાળી સુધી વરસાદ લંબાઈ શકે છે. તેવી આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ અલગ અલગ આગાહી વચ્ચે હવામાન વિભાગની એક નવી આગાહી સામે આવી છે. જેમાં 3 જિલ્લા સિવાય ચોમાસાએ રાજ્યમાં વિદાય લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં ચોમાસાએ લીધી વિદાય
હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સિવાય અન્ય વિસ્તારોમાં વરસાદે વિદાય લીધી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ડાંગ, સુરત અને નવસારીમાં હજી છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.
ગુજરાતમાં વધી શકે છે ગરમી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ગરમીમાં વધારો થઈ શકે છે. આજે અમદાવાદનું તાપમાન 37 નોંધાયુ હતું. ત્યારે આગામી દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 36 થી 37 ડિગ્રી જોવા મળી શકે છે. જેથી અનેક જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
બેવડી ઋતુની અસર જોવા મળશે
ગુજરાતવાસીઓને હવે બેવડી ઋતુ સહન કરવી પડી શકે છે. રાજ્યમાં 3 જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નહિવત રહેશે પરંતુ બેવડી ઋતુની અસર જોવા મળી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ ડ્રાય જોવા મળી શકે છે.
Source link