GUJARAT

Gujarat Weather : રાજયમાં આજે ગાજવીજ સાથે વરસાદની કરાઈ આગાહી

હવામાન વિભાગે રાજયમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે,નવરાત્રિના અંતિમ બે દિવસમાં પડી શકે વરસાદ,વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.આજે અમરેલી, ભાવનગરમાં પડી શકે વરસાદ.વરસાદની સાથે ગરમી અને ઉકળાટ પણ રહી શકે છે અને તાપમાન 36 ડિગ્રી સુધી જઈ શકે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે.

જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે ગીરસોમનાથ, નર્મદા, ડાંગ,તાપી, નવસારી, વલસાડ,દાદરા નગર હવેલી, દમણમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે,વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે,છેલ્લા બે દિવસ નવરાત્રિના ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પણ પડી શકે છે.

ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો

હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.

સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button