રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. પોરબંદર અને નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 20 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયુ છે. નલિયા 5.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર.
અમદાવાદ 14.9 ડિગ્રી, ગાંધીનગર 14.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર, વડોદરા 13.8 ડિગ્રી, રાજકોટ 10.8 ડિગ્રી નોંધાયું. પોરબંદર 10.9 ડિગ્રી, મહુવા 13.5 ડિગ્રી નોંધાયું. ડીસા 12.8 ડિગ્રી, વેરાવળ 16.7 ડિગ્રી, દ્વારકા 16.2 ડિગ્રી, સુરત 15.3 ડિગ્રી નોંધાયું. કેશોદ 10.7 ડિગ્રી, અમરેલી 11.7 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગર 14.0 ડિગ્રી, ભાવનગર 15.4 ડિગ્રી નોંધાયું.
આજે અનેક વિસ્તારમાં કડકડતી ઠંડી રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી રહેશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકૂ રહેશે.
અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે. તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છના ભાગોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.
ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ કરવામાં આવ્યા છે. જ્યારે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Source link